તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે:મીઠાના અગરમાં થયેલી નુકસાનીનો સરવે શરૂ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતેના 20 દી’ બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ માળિયા અને હળવદમાં બે ટીમ ઉતારી

તૌઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મોરબી જિલ્લામાં મીઠું પકવતા અગરિયાઓને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. જેમાં ભારે પવન સોલાર પમ્પ ઉખડી જવા ઝૂંપડા ઉડી જવા તેમજ કમોસમી વરસાદથી મીઠું ઓગળી જવાથી મોટા પાયે નુક્શાન થયું હતું. જો કે વાવાઝોડાના 15 દિવસ બાદ જિલ્લા ઉદ્યોગ વિભાગને જાણે સર્વેનું યાદ આવ્યું હોય તેમ મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બે ટીમોને ઉતારી માળીયા અને હળવદ પંથકમાં સર્વે શરૂ કરાયો છે.

માળીયા-હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ભાટિયાએ બે ટીમો કામે લગાડી છે. જે પૈકી એક ટીમ સર્વે કરવા માટે માળીયાના રણ વિસ્તારમાં અને બીજી ટીમ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં સર્વે કામગીરી કરી રહી છે. મોરબી જિલ્લાના માળીયા-હળવદ વિસ્તારોના સર્વે માટે ડીઆઇસીના ગોવિંદભાઈ ગોહિલ અને વિરેન્દ્રભાઈ પટેલ અગરિયા હિત રક્ષક મંચના મારુતસિંહ બારૈયા, મોરબી જિલ્લા કોર્ડીનેટર તેમજ રાજકોટ સોલાર એજન્સીના મહેન્દ્રસિંહ અને આગેવાનો સાથે રહે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આથી સરવે પુરો થયા બાદ અગરિયાઓને થયેલી નુકસાનીનો આંક સામે આવશે અને ત્યાર બાદ વળતરનો નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...