મોરબી શહેરના વોર્ડ 10માં આવતા અવની ચોકડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં દરમિયાન ઉપરના વિસ્તારમાં આવેલન ખેતરમાંથી મોટા પાયે પાણી આવી જાય છેપ પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે રસ્તા પર ચાલવું કે વાહન લઇને નીકળવું મુશ્કેલ થઈ જાય છે. ગયા ચોમાસા દરમ્યાન આવી સ્થિતિ સર્જાઈ હતી અને તેઓએ પાલિકા ચીફ ઓફિસર પ્રમુખ તેમજ જિલ્લા કલકટરને લેખિત રજૂઆત કરી હતી સાથે સાથે જ્યાં સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોડનું કામ પણ અટકાવી રાખ્યુ હતું. અગાઉની રજૂઆત બાદ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નવા પાઇપ ફીટ કરવાની અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.
આ કામગીરી મંજૂર થઈ ગઈ છે અને આ માટે ચીફ ઓફિસર દ્વારા સહી પણ કરી દેવામાં એવી છે. જોકે પાલિકા પ્રમુખની સહી બાકી હોવાથી કામગીરી આગળ વધતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકો પાલિકા કચેરી પહોંચ્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર હાજર ન મળી આવતા સૂત્રોચ્ચાર કર્યો હતો અને હેડ કલાર્કને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જો આગામી 7 દિવસોમાં તેની માંગણી મુદ્દે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડ્યે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.