આપઘાત:મોરબીમાં છાતીના દુખાવાથી કંટાળી પ્રૌઢનો આપઘાત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સ્મશાનમાંથી ખાટલા ચોરી ગયા
  • સામાકાંઠા વિસ્તારની સોસાયટીના બનાવ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ છાતીમાં દુ:ખાવાની બીમારીથી કંટાળી ગયા હતા અને અંતે હિંમત હારીને તેમણે ઘરે જ ફાંસો ખાઇ મોત માગી લીધું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મુળજીભાઇ રવજીભાઈ સોલંકી ઉંમર ૬૫ નામના પ્રૌઢે પોતાની છાતીના દુખાવાની બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો આ અંગે મૃતકના ભાઈ મોહનભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં પોલીસે બે જગ્યાએથી 43 બોટલ દારૂ ઝડપી લીધો હતો. મોરબીમાં એ ડિવિઝન પોલીસે શહેરના અયોધ્યાપુરી રોડ પરથી સિરાજ ઉંમર ખોખરને ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો જયારે એલસીબીએ નવાડેલા રોડ પર ખાખીની જગ્યામાં રહેતા કિશન નટવરલાલ કુબાવતને પોતાના જ ઘરમાં થી ૪૦ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક રોચક બનાવમાં મોરબીમાં તસ્કરો જેતપરના સ્મશાનમાંથી ખાટલો લઈ ગયા. મોરબીમાં તસ્કરોએ સ્મશાનને પણ ચોરીમાં બાકાત ન રાખ્યું હોવાની ઘટના બની છે.

સામાન્ય રીતે મકાન દુકાન ઓફિસ કે મંદિરમાં ચોરી થતી હોય પરંતુ માણસના અંતિમ મુકામ એવા સ્મશાનમાં પણ ચોરી થતાં અચરજ ફેલાયું છે. મોરબી તાલુકાના જેતપર ગામે આવેલા સ્મશાનમાં ગતરાત્રે તસ્કરો આવ્યા હતા. તેની અંતિમવિધિ માટે રાખેલો લોખંડનો ખાટલો તથા લાકડાં ફાડવાનો જેક ઉઠાવી ગયા હતા. ગામના આગેવાન નિલેશભાઈ અઘારાએ આ અંગે ૩૫૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...