તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:નવી માપણીમાં જમીન દબાઈ હોવાનું માની ખેડૂતનો આપઘાત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના કેરાળા (હરિપર) ગામમાં બનેલી ઘટના
  • ગરબડની આશંકાએ માનસિક તાણમાં ભરી લીધું પગલું

મોરબી નજીકના કેરાળા (હરીપર) ગામની સીમ એક વૃદ્ધે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ગામની સીમમાં તેમની સાડા બાવીસ વીઘા જમીન આવેલી છે અને તેનો દસ્તાવેજ પણ છે. પરંતુ તેમના શેઢાપાડોશીએ પોતાની જમીન વેચી નાખતાં નવા માલિકે જમીનની માપણી કરાવી હતી અને તેમાં વૃધધને લાગ્યું હતું કે પોતાની જમીન થોડી દબાઇ છે જેના લીધે તેઓ માનસિક તાણ અનુભવતા હતા અને તેમાં જ આ અંતિમ પગલું ભરી લીધું હતું.

મોરબીના હરિપર કેરાળામાં રહેતા જેરામભાઇ મુળજીભાઇ ફેફર નામના વૃદ્ધે ભરતનગર પાવડીયારી કેનાલ રોડ કેરાળા (હરીપર) ગામની સીમ પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આપઘાત કરી લીધો હતો.જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામા આવ્યા હતા.

બનાવ અંગે મૃતકના દીકરા યોગેશભાઈએ પોલીસમાં જણાવ્યું હતું કે, તેમના પિતાની કેરાળા ગામની સીમ માં સર્વે નંબર- ૧૫૯ ની આશરે સાડા બાવીસ વીઘા ખેડાણ લાયક જમીન આવેલી છે તે જમીનનો વર્ષ ૨૦૦૪ માં દસ્તાવેજ થયો છે અને તેના પિતાના નામે થઇ છે અને આ જમીનના શેઢે કેરાળા (હરીપર) ગામના દરબાર પવુભા કનુભા ઝાલા તથા લાલભા ભુરૂભા ઝાલાની જમીન આવેલી છે જે જમીન તેઓએ મુકેશભાઈ મગનભાઈ સુવારીયા એલિસ પેપરમીલ એલ.એલ.પી વાળાને વેચાણ આપેલી છે અને આજથી આશરે દોઢેક માસ પહેલા મુકેશભાઈ મગનભાઈ સુવારીયાની જમીન તથા જાણ કરનારા યુવાનના પિતાની જમીનની માપણી કરાવવામાં આવી હતી.

આ માપણી સીટમાં તેના પિતાએ સહી કરી છે પરંતુ તેઓને એવું લાગેતું હતું કે આ માપણીમાં ફેરફાર છે અને જમીન દબાયેલી છે, આ બાબતે તેમણે કોઈને વાત કરી નહી અને મનોમન તેઓ ટેન્શનમાં રહેતા હતા અને ઘરેથી નીકળી જઈને પોતાની જમીને આવીને પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગી જઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધ જમીન માપાણી બાદ માનસિક તનાવ હેઠળ જીવન વ્યથિત કરતા હતા. હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ એ.એસ.આઇ આર.બી.વ્યાસ કરી રહ્યા છે. તપાસ બાદ વધુ વિગત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...