બેઠક:વીજલાઇનને ભૂગર્ભમાં પાથરી શકાય તેવું આયોજન કરવા સૂચન

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેરજાએ રિન્યુએબલ ઊર્જાને પ્રાધાન્ય દેવા, વીજનો વ્યય ન કરવા પર ભાર મુક્યો

મોરબીમાં ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ભારત-ઉજવલ ભવિષ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મંત્રી મેરજાએ વીજની બચત કરવા અને રીન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકયો હતો.ઊર્જા મંત્રાલય દ્વારા વિદ્યુત ક્ષેત્રે થયેલી પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ સંદર્ભે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા યોજાયેલા સમારોહમાં મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે ત્યારે વીજળીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે મોરબીને સુલભ રીતે જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો મળી રહે છે.

પાવર સેક્ટરની સિદ્ધિ વર્ણવતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત પાવર પ્લસ બન્યું છે. સૌર ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જાને પ્રાધાન્ય આપતા તેમણે વીજળીનો વ્યય ન થાય તે તરફ પણ લોકોને વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે જ્યોતિગ્રામ યોજનાથી ઘરે ઘર 24 કલાક વીજળી મળી રહે છે તથા કિસાન સૂર્યોદય યોજના થકી ગુજરાતના ખેડૂતને દિવસે પણ વીજળી મળતી થઈ છે.આ તકે મંત્રીએ પીજીવીસીએલ વિભાગ તેમજ મોરબી નગરપાલિકાને સંયુક્ત રીતે મોરબીના સર્કલ્સ પર આવેલા વીજળીના થાંભલા અન્વયે સરકારની યોજના થકી ત્યાં ભૂગર્ભ વીજ લાઈન થઈ શકે તેવું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.

આ પ્રસંગે નુક્કડ ગ્રુપ દ્વારા જનજાગૃતિ માટે નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર બી.આર.વડાવીયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લાના સુરેખ વીજ માળખાની વિગતો પૂરી પાડી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર બાવરવાએ કર્યુ તથા આભારવિધિ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર ગોસ્વામીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...