પ્રોત્સાહન:વિદ્યાર્થીઓના ઇનોવેટિવ વિચારોને વેપાર સુધી લઇ જવા પ્રોત્સાહન અપાયું

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની કોલેજમાં SSIP યોજના વિશે માર્ગદર્શક સેમિનાર યોજાયો
  • શહેરની કોલેજોના પ્રોફેસર, આચાર્યો સહિત 125 લોકોએ આપી હાજરી

મોરબીની એલ ઈ કોલેજ ખાતે એસએસઆઇપી અને G-20 વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર જી ટી પંડ્યાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઇનોવેટીવ આઈડિયાને બિઝનેસ સુધી કેવી રીતે પહોંચાડવા અને તેના માટે એસએસઆઇપી 2.0 ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ યોજના વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું અને તેમાં બનતી મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તત્પર રહેશે તેવી પણ ખાતરી આપી હતી એલ ઈ કોલેજના આચાર્ય ડો બી એન સુથારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડો બી એન સુથારના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર અને યોજનાના કોર્ડિનેટર ડો એન એમ ભટ્ટ દ્વારા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં રાજકોટ એન્જીનીયરીંગ કોલેજ, એવીપીટીઆઇ, મોરબીની ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય અને સંસ્થાના એસએસઆઇપી કોર્ડીનેટર ઉપરાંત મોરબીની શાળા કોલેજના આચાર્યો પ્રોફેસર સહિતના 125 જેટલા શિક્ષણ વિદ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...