તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Std. 6,7 Classes Of 51 Primary Schools In Morbi District Have Been Merged Into The Nearest School, Std. 8 Classes Will Be Started In 40 Schools.

શિક્ષણ વ્યવસ્થા:મોરબી જિલ્લામાં 51 પ્રા.શાળાના ધો.6,7ના વર્ગ નજીકની શાળામાં મર્જ કરાયા, 40 શાળામાં ધો.8ના વર્ગ શરૂ થશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવવાની ઘેલછામાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં પૂરતી માત્રામાં વિદ્યાર્થીઓ બચ્યા નથી. બીજી તરફ સરકારી શાળાઓમાં નિવૃત્તિ અને બદલીઓ સામે ખલી જગ્યાઓ પર સમયસર શિક્ષકોની ભરતી ન થવાને કારણે શિક્ષકોની ઘટ્ટ થવા લાગી છે જેના કારણે બાળકોને ખાનગી શાળા જેટલું ગુણવતાયુકત શિક્ષણ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે આ બન્ને સમસ્યા ઉકેલવા હવે રાજય સરકારના આદેશથી પ્રાથમિક શાળાઓના વર્ગો બીજી શાળાઓમાં મર્જ કરવામાં આવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એક જ ગામમાં કન્યા અને કુમાર શાળા હોય અને બંનેમાં છાત્રોની સંખ્યા ઓછી હોય તો તેવી શાળાઓ સિવાય જે શાળામાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તેવી શાળાના ધોરણ 6 અને 7ના વર્ગો જે નજીકની શાળામા મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી જિલ્લાની 51 શાળાના ધોરણ 6 અને 7 ના વર્ગોને નજીકની શાળાઓમાં મર્જ કરવાં આદેશ આપ્યો છે. આ 51 શાળામાં મોરબી શહેર અને તાલુકાની 17, ટંકારાની 5, વાંકાનેરની 4, માળિયાની 22, હળવદ તાલુકાની 3 શાળામાં ધોરણ 6 અને 7ના વર્ગો બંધ કરી ગામમાં ચાલતી બીજી શાળા અથવા નજીકના ગામની શાળામાં મર્જ કર્યા છે. જિલ્લાની 40 પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વર્ગ શરૂ કરવા આદેશ કર્યો છે.

બાળકોનો અભ્યાસ ન છૂટે તે જોવાની જવાબદારી પણ આચાર્યને સોંપાઈ
જિલ્લાની જે જે શાળાઓને એક શાળામાંથી બીજી શાળામાં મર્જ કરવામા આવી છે તે શાળામાં ધોરણ 6 અને 7ના બાળકોનો સંબધિત શાળામા પ્રવેશ અપાવવાની જવાબદારી જે તે શાળાના આચાર્યને સોંપવામાં આવી છે. એક પણ બાળક મર્જ થવાને કારણે ડ્રોપ આઉટ ન થાય તે જોવાની જવાબદારી પણ આચાર્યના ખભ્ભે મુકવામાં આવી છે

બાદમાં બદલી કેમ્પ યોજાશે
જે શાળાના વર્ગો મર્જ થવાથી નવેસરથી મહેકમ ગણતરી કરી ધોરણ 6 અને 7 નું નવા મહેકમની દરખાસ્ત કરવાની રહેશે. બાદમાં 6 થી 8 વિષયની ધ્યાને રાખી સિનિયોરિટી મુજબ છેલ્લા ક્રમે આવતા શિક્ષકને વધ ગણશે. જે શાળામાં શિક્ષક વધશે તે શિક્ષકને હાલમાં ખાલી જગ્યાએ રીલિવર તરીકે મૂકાશે. જેથી વધુ થનારા શિક્ષકે વિષય વાર યાદી તૈયાર કરી ડીપીઈઓ કચેરીમાં મોકલવાની રહશે. બાદ બદલી કેમ્પ યોજાશે.

આ જોગવાઈને આધિન શાળાઓ મર્જ કરવા આદેશ

  • મોરબી જિલ્લાના એકથી વધુ શાળા એટલે કે ગામમાં કુમાર અને કન્યા શાળા અલગ અલગ હોય તો બન્ને શાળામાં શિક્ષકો અને બાળકોની સંખ્યા આધારે એક શાળાના ધોરણ 6, 7ના વર્ગો મર્જ કરવાના રહેશે.
  • આ સિવાય જે ગામમા એક જ શાળા હોય પણ ધોરણ 6, 7ના વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય તો નજીકની શાળામાં મર્જ કરવી
  • જે શાળામાં સંખ્યા ઓછી હોય પણ બીજી શાળા કરતા અંતર વધુ રહેતું હોય તો તેવી શાળામાં ધોરણ 8ના વર્ગો શરૂ કરાશે.
  • જ્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય અને બાળકો શાળાથી વધુ અંતરે રહેતા હોય તેવા છાત્રો માટે ટ્રાન્સપોર્ટેશનની દરખાસ્ત બીઆર સીઆરસીમાં શાળાએ કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...