આપઘાત:ધો. 11ના છાત્રને અભ્યાસ કરવાનું કહેતાં ફાંસો ખાધો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં બનેલી ઘટના, પરિવારનો ઠપકો સહન ન થયો અને ઘરમાં જ લટકી ગયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સગીરને ઘરમાં અભ્યાસ અંગે પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવ્યું હતું અને ઘરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કિશોરના આવા પગલાંથી ઘરના લોકો સ્તબ્ધ બની ગયા હતા અને ઠપકાનું આવું પરિણામ આવશે તેવું ધાર્યું જ ન હોઇ, આઘાતમાં સરી પડ્યા હતા.

મોરબી શહેરના સામાકાંઠે આવેલી ગોપાલ સોસાયટીમાં રહેતા 16 વર્ષીય પરમભાઇ જયેશભાઇ પંડ્યાએ ગઈકાલે પોતાના ઘરે ફાંસો ખાઈને જીદંગી ટૂંકાવી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો સગીરના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક સગીર ધો.11 માં અભ્યાસ કરતો હતો. પણ તે ભણવામાં ધ્યાન ન આપતો હોય તેના પરિવારજનોએ ભણવામાં ધ્યાન દેવાનું કહી ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો.પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...