• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • ST Bus Collides With Parked Truck Near Haripar Village In Tankara; Injury To Passengers Including Driver; Complaint Against Truck Driver

ટ્રક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત:ટંકારાના હરીપર ગામ નજીક બંધ ટ્રક સાથે એસટી બસ ધડાકાભેર અથડાઈ; ડ્રાઈવર સહિત મુસાફરોને ઈજા; ટ્રક ચાલક સામે ફરિયાદ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના હરીપર ગામના પાટિયા નજીક બંધ ટ્રક પડી હોવાથી તેની સાથે એસટી બસ અથડાઈ હતી. જે અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. તેમજ એસટી બસને નુકશાન થતાં સમગ્ર બનાવ મામલે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બંધ ટ્રક પડી હોવાથી તેની સાથે એસટી બસ અથડાઈ
અકસ્માતના બનાવ મામલે ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી સચીનભાઈ પ્રવીણભાઈ ટીલાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હરીપર ગામના પાટિયા પાસે રોડ પર ટ્રક જીજે 12 બીએક્સ 8550 વાળાએ કોઈ જાતની આડશ રાખ્યા વિના કે સાઈડ સિગ્નલ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના ટ્રક અડચણરૂપ રાખી માનવ જિંદગી જોખમાય તે રીતે રાખ્યો હતો. ત્યારે એસટી બસ જીજે 18 ઝેડ 7730 બંધ ટ્રકમાં ખાલી સાઈડ અથડાઈ હતી. જે અકસ્માતમાં બસમાં સવાર ફરિયાદી સચીનભાઈ અને અન્ય મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી અને એસટી બસમાં નુકશાન થયું હતું. ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...