સુવિધા:ત્રાજપર બેઠકના ગામડાઓમાં ભૂગર્ભ સફાઇ માટે ખાસ મશીન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના જિ.પં.ના સદસ્યની ગ્રાન્ટમાંથી મશીનની ખરીદી
  • વરસાદી પાણીનો નિકાલ, ગંદા પાણીના ભરાવા નહીં થાય

મોરબી શહેર નજીક આવેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં ત્રાજપર, ભળીયાદ, માળીયા વનાળિયા, લાલપર સહિતના ત્રાજપર જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામની ભૂગર્ભ લાઈનની સફાઈ માટે જિલ્લા પંચાયત સદસ્ય હીરાભાઈ ટમારીયાની ગ્રાન્ટમાંથી જેટિંગ મશીન વસાવવામાં આવ્યું છે આ મશીન મોરબી શહેરની અડીને આવેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરશે જેથી આગામી ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકશે અને લોકોને વરસાદી પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યાથી મુક્તિ મળશે.

મોરબી શહેરની નજીક આવેલા ત્રાજપર,ભળીયાદ,માળીયા વનાળિયા,લાલપર સહિતના ગામમાં છેલ્લા 10 વર્ષમાં વસ્તીમાં મોટા પાયે વધારો થયો છે જેના કારણે લોકોની જરૂરિયાત પણ વધી છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈન તો છે પણ તેમાં પૂરતી સફાઇ ન થતી હોવાથી દર વર્ષે ચોમાસામાં પાણી નિકાલ થઇ શકતો નથી પરંતુ સાધનો આભાવ જોવા મળતો હતો અગાઉ મોરબી પાલિકા પાસેથી સાધનો લાવી કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ તે સાધનો કામગીરીમાં વ્યસ્ત હોવાથી સમયસર સાધનો મળતા ન હતા જેથી જિલ્લા પંચાયતના ત્રાજપર બેઠકના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાની વાર્ષિક ગ્રાન્ટમાંથી ભૂગર્ભ લાઈનની સફાઈ માટે જેટિંગ મશીન વસાવવામાં આવ્યું છે.

આ મશીન આગામી દિવસોમાં વરસાદી સિઝન પહેલા અલગ અલગ ગ્રામ પંચાયતને સફાઈ કામગીરી માટે ફાળવવામાં આવશે અને આવનનાર સીઝનમાં લોકોને ભૂગર્ભના પાણી રોડ પરથી વહેતા અટકાવવા સોંપવામાં આવશે.આ સાધન મળવાથી હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યામાંથી લોકોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...