વિચિત્ર બનાવ:દહીંસરામાં પુત્રવધૂ ચાલી જતા સસરાનો આપઘાત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે તહેવારો ઘરના સભ્યો સાથે મળીને ઉજવતા હોય છે અને ઘરના જે સભ્યો વતન છોડીને અન્ય જગ્યાએ કામ ધંધા માટે સેટ થયા હોય તેઓ પણ તહેવાર દરમિયાન તો વતનની વાટ પકડી જ લેતા હોય છે. માળિયાના દહીંસરામાં એક વિચિત્ર બનાવ બન્યો હતો અને પુત્ર વધૂ કોઇને કશું કહ્યા વગર ઘર છોડીને મોરબી જતી રહેતાં સસરાને ભારે ચિંતા થઇ આવી હતી અને આ માનસિક તાણમાં જ તેમણે ન કરવાનું પગલું ભરી લીધું અને ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો.

માળીયાના મોટા દહીંસરા ગામના ક્રિશ્ના નગરમાં રહેતા એક આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે માળીયા મી.પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. માળિયા મિયાણા તાલુકામાં આવતા મોટા દહીંસરા ગામ નજીક આવેલા ક્રિષ્ના નગરમાં રહેતા જયંતિભાઈ છગનભાઇ કાંજીયા નામના આધેડની પુત્રવધુ પહેલા કોઈ કારણસર ઘર છોડીને મોરબી જતી રહી હતી, જેની ચિંતામાં તેઓને લાગી આવ્યું હતું. અને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...