દારૂ છુપાવવા બનાવ્યું ચોર ખાનું:વાંકાનેરમાં બાઉન્ડ્રી ટોલનાકા પાસે બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, LCB પોલીસે 2 ઇસમોની ધરડપકડ કરી

મોરબીએક મહિનો પહેલા

વાંકાનેરમાં બાઉન્ડ્રી ટોલ નાકા પાસે બોલેરોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોની મોરબી એલસીબી પોલીસે ધરડપકડ કરી છે અને રૂ.3.49 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા રાજકોટ જઇ રહી છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી અને બોલેરો નીકળતા પોલીસે તેને અટકાવી હતી. જેમાં ડ્રાઇવર રાજુભાઇ નરશુભાઇ ડામોર તથા ચંદુભાઇ મંગળસિંગ પલાસ મળી આવ્યા હતા. પોલીસે બોલેરીની તલાશી લેતા તેમાં ચોરખાનું મળી આવ્યું હતું અને તેમાંથી રૂ.38,000 ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 95 બોટલ મળી આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રાજકોટના કુવાડવા ગામે રહેતા નથુભાઈ નામના એક શખ્સે આ ઇંગ્લિશ દારૂ મંગાવી હતી. જેથી પોલીસે રૂ.3 લાખની બોલેરો, ઇંગ્લિશ દારૂનો જથ્થો અને બંને આરોપીઓના મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ કિંમત રૂપિયા 3,49,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને રાજકોટના આરોપી નથ્થુની ધરપકડ કરવા પાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...