તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:નીચી માંડલ ગામમાં તસ્કરો પવનચક્કીનું મીટર ચોરી ગયા

મોરબી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસ પહેલા થયેલી ચોરીની ફરિયાદ નોંધાઇ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં આવેલી એક પવન ચક્કીમાંથી તસ્કરો મીટરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે રહી રહીને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કંઇ નહીં ને તસ્કરોને પવનચક્કીના મીટરમાં રસ પડ્યો.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નીચીમાંડલ ગામમાં આવેલ પવનચક્કીમાંથી 15 જાન્યુઆરીએ રાત્રે કોઈ અજાણ્યા શખ્સો રૂ. 20 હજારની કિંમતના મિટર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ પવન ચક્કીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ દેવાભાઈ ગોહિલના ધ્યાને આવતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસના પીએસઆઇ ડી.વી. ડાંગરે હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં આટકોટ પોલીસે બળઘોઈ ગામે લીમડા ચોક પાસે જુગાર રમતા6 ઈસમોને ઝડપી લીધા હતા. જુગારની રેડ પડતાં જુગારીઓમા ફફડાટ પ્રસરી ગયો હતો. આટકોટ પોલીસના પી.એસ.આઇ કે પી મેતા હીરાભાઈ ખાંભલા, રસિકભાઈ મેટાળીયા, સંજયભાઈ પરમાર, ખોડાભાઈ મકવાણા, પીનેશભાઈ મકવાણાએ જુગાર રમતા છ ઈસમોને મુદામાલ 10800 સાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા પોપટ ડાભી, પ્રવીણ જોગરાજીયા, કાંતિ વ્યાસ, વાલજી જાદવ, ભરત કુમરખાણીયા, છગન જાદવને ઝડપી તેમની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો