હળવદ પંથકમાં છેલ્લા કેટલાંક દિવસથી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા બાદ હવે તસ્કરોને હવે મોરબી તાલુકામાં પણ ચોર સક્રિય બન્યા છે. ત્યારે નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મોરબીના વાવડી નજીક બજરંગ ગેટ અંદર આવેલી જયશક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ટુંડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અશોકભાઈ ટુંડિયા તેમના પરિવાર સાથે બે દિવસ પહેલા નારણકા ગામે પોતાના મામાના ઘરે ગયા હતા.
તે દરમિયાન મકાન બંધ હતું જેથી તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગુરૂવારના રાત્રે મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘુસી ગયા હતા અને નાની છોકરી માટે ગલ્લામાં એકત્રિત કરેલી આશરે રૂ 8 થી 10 હજાર જેવી માતબર રકમ ચોરી ગયા હતા. બનાવ અંગે અશોકભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જિલ્લામાં વધી રહેલી ચોરી અટકાવવામાં પોલીસ નિષ્ફળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.