ચોરી:મોરબીના ઊંચી માંડલમાં તસ્કરોના ધામા, હાર્ડવેરની દુકાનના તાળાં તોડ્યા

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનપેટી અને મંદિરમાંથી 6 હજાર રોકડની ચોરી કરી ધનલાભ લીધો
  • ચોરોએ​​​​​​​ પકડાઇ ન જવાય તે માટે CCTVના વાયર જ કાપી નાખ્યા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોએ ધામા નાખ્યા છે આ વખતે તેઓએ હળવદ રોડ પર આવેલ ઉંચી માંડલ ગામ નજીક હાર્ડવેરની દુકાનમાં ત્રાટક્યા હતા અને દુકાનનું શટર તોડી થડામાં રહેલી રોકડની ચોરી કરી હતી, આ ઉપરાંત પોલીસથી બચવા દુકાનના સીસીટીવીના વાયર પણ કાપી ફરાર થઈ ગયા હતા.

બનાવમાં ફરિયાદ નોંધાતા આગળની વધુ તપાસ આરંભાઇ છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સમગ્ર શહેર કે ગામને તીસરી આંખના પરિઘમાં લાવવા મહેનત કરી રહ્યા છે જેથી ચોરી, લુંટ સહિતના બનાવોમાં આરોપી સુધી પહોંચી શકાય. અહીં ચોરો વાયર જ કાપી ગયા. મોરબીના હળવદ રોડ પર આવેલ ઉંચી માંડલ ગામ પાસે આવેલા બાપાસીતારામ કોમલેક્સમાં ભગવતી મશીનરી હાર્ડવેરની દુકાનમાં રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ આ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશીને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. તેમજ દુકાનના સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાખ્યા હતા.

દરમિયાન આજે સવારે આ દુકાનના માલિક દેત્રોજા વિજયભાઈ ચંદુભાઈ દુકાને આવતા તેમને દુકાનનું શટર તૂટેલું દેખાતા દુકાનમાં તપાસ કરી હતી. તપાસમાં દુકાનના ટેબલના ખાનામાં મામુલી રકમ જ હતી. જો કે મોટી રકમ મેળવવા ટેબલના ખાના તોડી નાખ્યા હતા પણ કંઇ હાથ ન લાગતા માતાજીના મંદિરના ગલ્લામાંથી આશરે 6 હજારની રોકડ રકમ તેમજ ગૌશાળાની દાનપેટીમાંથી પણ પરચુરણ રકમ ઉઠાવી ગયા હતા. જો કે તસ્કરોએ દુકાનમાં અન્ય માલ સમાનને હાથ લગાડ્યો ન હતો. આ અંગે દુકાનદારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આસપાસના ફૂટેજ ચકાસીને તસ્કરોની ભાળ મેળવવા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...