સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે નિર્મિત ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધિકારી મંડળ (GECTGOA) દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર ને આપેલી ચેતવણી મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે 14 એપ્રિલ થી પ્રદર્શન કરવા ચેતવણી આપી હતી. એ મુજબ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી યુનિટના કર્મચારીઓ એ સરકારને રજૂઆત પહોંચે એ હેતુ સંગઠિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા અને ચર્ચા ગોઠવી હતી.
આ ચર્ચામાં CAS ની દરખાસ્ત નો મુખ્ય મુદ્દો રજૂ કર્યો જેમાં 2016 પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગણી કરી હતી. વધુમાં પેન્શન, બદલીમાં પારદર્શિતાની અવગણના, નિયમાનુસાર બઢતીના કિસ્સામાં અકારણ વિલંબ, શિક્ષણ વિભાગ અને AICTE દ્વારા નિયત કાર્યભાર વચ્ચેની વિસંગતતા જેવાં મુદ્દાનો ઉલ્લેખ કર્યો.
સંસ્થા ખાતે વર્ગ 3 અને 4ની અછતથી કામમા પડતી મુશ્કેલી જણાવી હતી . સરકારી ઈજનેરી કોલેજ ના અધ્યાપકોને IIT, NIT જેવી સંસ્થાઓમાં PHD સંશોધન માટે પ્રોત્સાહન મળે તે માટે પૂરા પગાર સાથે પ્રતિનિયુક્તિ ની પરવાનગી જેવા મુદ્દાઓની સાથે સાથે એડહોક સેવાને નિયમિત નિમણુંક સાથે સળંગ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે સ્પષ્ટ અને યોગ્ય રજૂઆત થાય તે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.