તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં કોંગી અગ્રણીના ઘર પર હુમલો કરનાર છ જેલહવાલે

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામના કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ કોર્ટે રિમાન્ડ નકાર્યા

મોરબીના સેવા સદનમાં થયેલી મારમારી બાદ વાવડી રોડ વિસ્તારમાં રહેતા કોંગી અગ્રણી પર હુમલો થવાની ઘટનામાં હુમલો કરનાર 8માંથી 6 આરોપીને ઝડપી લીધા હતા અને કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે કોર્ટે રિમાન્ડ મંજુર ન કરી આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો.

મોરબીના તાલુકા સેવા સદનમાં સોમવારે ભાજપના વોર્ડ નંબર-૧ના ઉમેદવાર અને કોંગી અગ્રણી વચ્ચે થયેલા ઝઘડામાં સાંજના સમયે ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિતના ઈસમોએ કોંગ્રેસ અગ્રણી કનુભાઈ લાડવાના ઘર ઉપર હુમલો કરતા આ હુમલામાં કનુભાઈ અને તેમના ભાઈ હરિભાઈને ઇજા પહોંચી હતી અને ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિત આઠ સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે દેવાભાઈ અવાડીયાના ભત્રીજા વિપુલ અવાડીયા, રફીક જામ, ઇમરાન જેડા સહિતના ઇસમોને ઝડપી લઈ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા છ’યે આરોપીઓ જેલ હવાલે કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો