તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના કોંગ્રેસના કાર્યકરના ઘર પર ટોળાએ હથિયારો સાથે કરેલ જીવલેણ હુમલાની ઘટનામાં મોડી રાત્રે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તો બીજી તરફ કોંગ્રેસે મંગળવારે આ હુમલાના વિરોધમાં કોંગ્રેસે શહેરમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું પણ માત્ર સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે માત્ર સુત્રોચ્ચાર અને દેખાવ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તંત્ર પર સરકારના દબાણ તળે રેલીની મંજૂરી નહી આપવાનો આક્ષેપ કર્યો હતો તો સામે પક્ષે તંત્રએ મોડી અરજી મળી હોવાનું અને તેની પ્રકિયા ચાલુ હોવાનું જણાવી ચૂંટણી આચારસંહિતા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ આધારે મંજૂરી આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
મોરબીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે સોમવારે ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે કચેરીમાં જ તણખા ઝર્યા હતા. મોડી સાંજે આ બાબતને લઈને ભડકો થયો હતો. વોર્ડ નંબર એકના કોંગ્રેસના આગેવાન કર્નલ લાડવા અને તેના ભાઈ સહિતના પરિવારો પર જાહેરમાં જ ઘાતક હથિયારોથી હુમલો થતા ઘટના સ્થળે અને હોસ્પિટલમાં વાતાવરણ તંગ બની જતા તેના પડઘા પડ્યા હતા. આજે મંગળવારે ઉક્ત બનાવના વિરોધમાં મોરબી કોંગ્રેસે શહેરમાં એક મૌન રેલીનું આયોજન કર્યું હતું.
રેલીની મંજુરી ન મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મંજૂરી વિના રેલી નહી નીકળવા દેવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપતા કોંગી આગેવાનો દોડતા થઈ ગયા હતા. જોકે કલાકો સુધી મંજૂરી ન મળતા અંતે રેલી યોજ્યા વિના જ કાર્યકરો પાછા ફરી ગયા હતા બીજી તરફજિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ પોલીસ પર સરકારના ઈશારે રેલીની મંજૂરી નહિ આપવાનો આક્ષેપ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.