મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા:મોરબીથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ આજે માતાજીના રથ સાથે રવાના થયો

મોરબીએક મહિનો પહેલા

શક્તિપીઠમાં અંબાના ધામમાં ભાદરવી પુનમેં શીશ ઝૂકાવવા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે મોરબીથી દર વર્ષે જતો શ્રી અંબિકા પદયાત્રા સંઘ આજે માતાજીના રથ સાથે રવાના થયો હતો.

શ્રી અંબિકા પદયાત્રા સંઘ સતત 24 વર્ષથી દર વર્ષે માતાજીના ધામમાં પદયાત્રા રૂપે જતો હોય છે, ત્યારે આજે શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો. મોરબી ખાતે માતાજીની આરતી અને પ્રસાદ બાદ વાજતે ગાજતે રથ રવાના કરાયો હતો. માતાજીના શણગારેલા રથ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પદયાત્રા સંઘ જય અંબેના નાદ સાથે રવાના થયો હતો. સંઘના આયોજક સુરેશભાઈ નાગપરા, કૈલાશભાઈ નાગપરા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના શ્રદ્ધાળુઓ આરતીમાં જોડાયા હતા. આરતી કરી શહેરમાં શોભાયાત્રા રૂપે નીકળ્યા બાદ સંઘ અંબાજી જવા રવાના થયો હતો.

અન્ય સમાચારો પણ છે...