• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Shravanio Gambling Flourishes In Morbi Purbahar, Five Caught Gambling In Ceramic Shop, Rs. More Than 49,000 Items Seized

જુગારધામ ઝડપાયું:મોરબીમાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલ્યો, સીરામીકની દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ. 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારધારા મુજબ ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબીમાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલ્યો હોય તેમ એક સાથે અનેક સ્થળોએથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે પીપળી રોડ પર સીરામીકની દુકાનમાં જુગાર રમતા 5 ઈસમોની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે પાંચેય જુગારીયાઓની ધરપકડ કરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સીટી બી ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી ચિરાગ રમેશભાઇ સરડવા પીપળી રોડ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં આવેલ તેના કબ્જા વળી લોરીયસ સિરામિક નામની દુકાન નં. 28માં જુગારીઓને બોલાવી જુગાર ક્લબ ચલાવે છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી ચિરાગ રમેશભાઇ સરડવા, કેયુર ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા, બંસી હરગોવિંદભાઇ અધારા, હસમુખ શાંતીલાલભાઇ દેસાઇ અને જીગ્નેશ નવલભાઇ મેરજા ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગંજીપત્તાના પાના તથા કુલ રોકડ રૂપિ‍યા 43 હજાર 900 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 4-5 મુજબ ગુનો નોંધી પાંચેય જુગારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...