'SHE TEAM'ની સરહાનીય કામગીરી:મોરબીમાં ફેસબુકમાં આત્મહત્યાની પોસ્ટ કરનાર મહિલાની મદદે 'SHE' ટીમ આવી, કાઉન્સેલિંગ કરી મહિલાને હિંમત આપી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીની એક મહિલાએ સોશ્યલ મીડિયા સાઈટ પર આપઘાત અંગેની પોસ્ટ કરતા પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને SHE ટીમની મદદથી મહિલાને સમજાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવતા મહિલાએ હિંમતભેર જીવન જીવવાની ખાતરી આપી હતી.

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ 'SHE TEAM' કાર્યરત હોઈ તે દરમિયાન બી ડીવીઝન પીઆઈ પી.એ.દેકાવાડીયાને સોશ્યલ મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યો હતો. જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલું ભરવાનું જણાવેલું હતું. ત્યારે મેસેજમાંથી મહિલાના મોબાઈલ નંબર મેળવી મહિલાનું સરનામું મેળવી તુરંત સી ટીમ તેમજ એલ.આઈ.બી શાખાની ટીમ તેના ઘરે પહોંચી હતી. ત્યારે મહિલાની માહિતી મેળવતા તે લાંબા સમયથી બીમાર હોઈ અને કંટાળી ગયા હોવાથી જેથી ફેસબુકમાં આત્મહત્યા અંગે પોસ્ટ કરી હતી અને બાદમાં ડીલીટ કરી હોવાનું જણાવ્યું હતું.

જેથી બી ડીવીઝન પોલીસ ટીમે કાઉન્સેલિંગ કરી મહિલાના પરિવારના સભ્યોની હાજરીમાં તે આવું પગલું નહિ ભરે અને હિંમતભેર આગળનું જીવન જીવશે તેવી ખાતરી અપાઈ હતી. આમ મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ અને સી ટીમની સમયસુચકતાથી એક મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...