તંત્ર:મોરબી-હળવદમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમો યોજાશે

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં મંત્રી સૌરભ પટેલ તેમજ સાંસદ કુંડારિયા હાજરી આપશે

ગુજરાત રાજયના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમોનું શનિવારે મોરબી અને હળવદના માર્કેટયાર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાભાર્થીઓને સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકોના બગાડ અટકાવવા છત્રી આપવામાં આવશે. આવતીકાલ તા.૨૬ સપ્ટેમ્બર-૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨.૩૦ કલાકે મોરબી અને હળવદ ખાતે કાર્યક્રમો યોજાશે.

મોરબી માર્કેટયાર્ડના કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. જેમાં મોરબી, માળીયા(મી.) અને ટંકારા તાલુકાના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.હળવદ માર્કેટયાર્ડના કાર્યક્રમમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા ઉપસ્થિત રહેશે. જેમાં હળવદ અને વાંકાનેર તાલુકાના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણ પૈકી સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકોના બગાડ અટકાવવા સરકાર દ્વારા રૂ.૨૨ કરોડની જોગવાઇ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...