કાર્યવાહી:માળિયા તાલુકાના જૂના ઘાટિલામાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, વાડીમાં જ ધમધમતું હતું જબરૂં જુગારધામ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 98,700નો મુદ્દામાલ કબજે લીધો

માળિયાના જૂના ઘાટીલામાં વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા 7 શખ્સને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 98,700 રોકડા સહિત મુદામાલ કબજે કર્યો હતો. માળિયા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલમ જૂના ઘાંટીલા ગામની સીમમાં આવેલી વાડીમાં અલગ અલગ ગામથી લોકો એકઠા થઇ જુગાર રમતા હોવાની માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રવીણ બેચરભાઈ શેરસીયા,પીયુષ લાલજીભાઈ વિઠ્ઠલાપરા, ચંદુલાલ જાદવજી કાલરીયા, દિનેશ બાબુ લોલાડીયા વિપુલ કાનજી ગડેશિયા, ઘનશ્યામ હરીસિંહ ગઢવી, અંબારામ ગાંડુભાઈ છ્નારીયા સહિતનાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 98 700 રોકડ તેમજ જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. માળિયા પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...