વાંકાનેરમાં જુગારીઓ ઝડપાયા:રાતાવીરડા ગામના મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપી પાડ્યા; 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના રહેણાંક મકાનમાં દરોડો કરીને પોલીસે રોકડ રકમ, મોબાઈલ અને વાહન મળીને કુલ રુ 3.15 લાખના મુદામાલ સાથે સાત ઇસમોને ઝડપી લીધા હતા. તો ત્રણ ઈસમો નાસી જતા ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

પોલીસે 3,15,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના રહેણાંક મકાનમાં બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા જીતું ઉર્ફે જીતો લાખાભાઈ વીરસોડીયા, ઉમેશ ઉર્ફે લાલો વેજીભાઈ બાવરવા, ધનજી દિનેશ ઉકેડીયા, ભરત ઉર્ફે મુન્નો ભગવાનજી ઝીઝુંવાડિયા, મહેશ જીણા મેરજીયા, વિવેક દિનેશ ડોડીયા અને દેવેન્દ્ર ઓમ પ્રકાશ શર્મા એમ સાત ઇસમોને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ 60,500, 10 મોબાઈલ અને વાહન મળીને કુ રૂ 3,15,500નો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે રેડ દરમિયાન આરોપી ગોવિંદ ગીરધર સરાવાડિયા રહે માટેલ, દેવજી રામસંગ રીબડીયા અને કિશન પ્રેમજી અબાસણીયા રહે બંને રાતાવીરડા વાળા નાસી જતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...