તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીના જેતપરમાંથી જુગાર રમતા સાત શકુનિ ઝડપાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમતા 5 ઝડપાયા

મોરબીના જેતપરમાં ગંજી પતાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે સોડાભાઈ હમીરપરા, જયંતીભાઈ માલણીયાત, જગદીશભાઈ ઢવાણીયા, જેરામભાઈ હમીરપરા, હરેશભાઇ દેગામા, દિલીપભાઈ માલણીયાત, લખમણભાઈ માથોડીયાને ઝડપી લઇ રૂ. 10,800ની રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય એક બનાવમાં માળિયા તાલુકા પોલીસ મથકના પી એસ આઈ એન એચ ચુડાસમા તથા તેમની ટીમના અજીતસિંહ પરમાર, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા પેટ્રોલીગમાં હતા ત્યારે માળિયાના વાડા વિસ્તારમાં ગંજી પતાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા તાજમહમદભાઈ જામ, હૈદરભાઈ માણેક, અબ્દુલભાઈ મોવર, મહેબુબભાઈ કટીયા, હસનભાઈ કટીયાને ઝડપી લીધા અને તેની પાસેથી રોકડ રકમ રૂ. 12,400નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...