તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીમાં યુવાન પર હુમલો કરનારા સાતની ધરપકડ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાસર રોડ પરથી પસાર થતા યુવકને મારમાર્યો’તો

મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સતવારા યુવાનને થોડા દિવસો પહેલા 8 શ્ખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ આઠ સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીને ઝડપી લીધા હતા. અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલા મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમને થોડા દિવસો પહેલા રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક શખ્સોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો.

આ બનાવમાં તુલસી હસમુખ સંખેશરીયા, અભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી. આ ફરિયાદ આધારે પોલીસે તુલસી હસમુખ સંખેશરીયા, અભય હસમુખ સંખેશરીયા, આશિષ હેમંતભાઈ આદ્રોજા, દિપક રામજીભાઇ વરાણીયા, સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા, કાનજી બાબુભાઈ સોલંકી અને રાજેશ સાવજીભાઇ પીપળીયાને ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...