તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લા પોલીસ દ્વારા વર્ષ દરમિયાન ગુનાખોરી ડામવા તેમજ કોરોના મહામારીને કાબુમાં રાખવા જિલ્લા પોલીસની જવાબદારી અંગેના વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેન્જ આઈજી સંદીપસિંઘ મોરબી જિલ્લામાં આવ્યા હતા. ઇન્સ્પેક્શન બાદ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ગત વર્ષ કરતા 5 ટકા ઘટ્યું છે. આ સાથે તેઓએ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી.મોરબીમાં જિલ્લામાં છેલ્લા બે દીવસથી રાજકોટ રેન્જના આઈ.જી.પી સંદીપ સિંઘ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. બે દિવસ દરમિયાન અલગ અલગ પોલીસ મથકનું નિરીક્ષણ તેમજ જિલ્લામાં એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ગુનાખોરી બાબતમાં કેટલો સુધારો આવ્યો છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે જે જગ્યાઓ ઉપર સુધારાની જરૂર છે.
તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. અમુક પોલીસ સ્ટેશનમાં છેડતીના બનાવો વધારે છે. અમૂકમાં ઇજાના ગુના વધુ છે. તેવા કિસ્સામાં કડકમાં કડક પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે. મિલકત સંબંધી ગુનામાં ઘટાડો નોંધાયો છે. અમુક પોલીસ સ્ટેશન એવા છે કે જ્યાં ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા છે. ત્યાં નાઈટ પેટ્રોલિંગ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. વધુમાં હિસ્ટ્રીશીટરના નિરંતર રાતના લોકેશન લેવા અને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું કે મોરબી જિલ્લા પોલીસની પ્રોહીબિશન અને જુગારમાં કામગીરી સારી છે. કોવિડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે.
પોલીસે ફ્લેગ માર્ચ, ગાઈડલાઈન ભંગના કેસ, વાહનો ડિટેઇન કરવાના કેસ થયા છે. કોવિડ અંગેની કામગીરી પણ ખૂબ સારી રહી છે.વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને ધ્યાને લઇ કોઈ ગુનાહિત પ્રવૃતિ ન થાય તે માટે યોગ્ય યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.