તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોડીઝલનું કૌભાંડ:માળિયા પાસેથી 800 લિટર જથ્થો જપ્ત

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલેરો કે વાનમાં પંપ ગોઠવીને ચાલે છે વેચાણ, પોલીસે બે પંપ પકડી પાડ્યા

મોરબી જિલ્લામાં બાયોડિઝલનું બોલરો કે યુટીલીટી વાહનમાં પંપ ગોઠવીને વેચાણ કરાતું હોવાની બાતમી મળતાં પોલીસે આ દિશામાં પણ કડક કાર્યવાહી કરી હતી. જેમાં માળીયા પોલીસે બાયોડિઝલના બે હરતા-ફરતા પંપને ઝડપી લીધા હતા અને 800 લીટર બાયોડીઝલ કબ્જે કરીને આગળની તપાસ માટે પુરવઠા તંત્રને હવાલે કર્યું છે.

રાજયમાં ધમધમતા બાયોડિઝલના ગોરખધંધા બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ કરાયા બાદ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં બાયોડિઝલ પમ્પ પર તંત્ર એ દરોડો પાડી વેચાણ બંધ કરાવ્યું હતું. જો કે આ તત્વોએ પંપ પર વેચાણ કરવાને બદલે હવે બોલેરો કે યુટીલીટી વાહનમાં ફ્યુઅલ પંપ લગાડીને બાયોડિઝલ વેચાતું હોવાની ફરિયાદ મળતા આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં માળીયા પોલીસે માળીયાના જૂના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી જી.જે.3 બી.ડબ્લ્યુ 9131 નબરનો બોલરો ગાડીને અટકાવીને તલાશી લેતા બોલેરો ગાડીમાં ફ્યુઅલ પંપમાં બાયોડિઝલ ભરેલું દેખાતા પોલીસે 400 લીટર બાયોડિઝલ અને ફ્યુઅલ પંપ તેમજ બોલેરો ગાડી મળીને રૂ.2.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.અન્ય બનાવમાં માળીયા તાલુકાના જસાપર ગામે જી.જે.3 વી.4241 નંબરની મેટાડોરને અટકાવીને તલાશી લેતા તેમાં પણ ફ્યુઅલ પંપ લગાવી બાયોડિઝલ ભરેલું દેખાતા 400 લીટર બાયોડિઝલ મળી આવ્યું હતું.

આથી પોલીસે રૂ.27600ની કિંમતનું બાયોડિઝલ સહિત કુલ રૂ.2.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ રીતે પોલીસે બે સ્થળેથી કુલ 800 લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરીને આ બાયોડિઝલને પુરવઠા વિભાગના મામલતદારને હવાલે કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલ આ બાયોડિઝલ શક પડતી મિલકત તરીકે કબ્જે લઈ પુરવઠા વિભાગની તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...