રાજ્યની અનુદાન ન મેળવતી ખાનગી શાળામાં આર ટી ઇ અંતર્ગત જે પણ છાત્રો પ્રવેશ માટે અરજી કરેલ હોય અને વિદ અરજીઓ માન્ય થયેલ હોય પણ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે.
જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય. અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ RTEના વેબપોર્ટલ પર શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનો ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.
ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 26 મેં નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. મોરબીમાં 185 શાળામાં 1368 જગ્યા માંટે પ્રકિયા હાથ ધરી હતી. વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે, જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય હતી.
જે વિધાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા.12 મેં, ગુરુવાર થી તા 14 મેં શનિવાર સુધીમાં RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી પુનઃ પસંદગી કરવાની રહેશે. પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનો ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.