15 વિદ્યાર્થીને A1 ગ્રેડ:મોરબી રાજ્યમાં બીજા ક્રમે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.36 ટકા પરિણામ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1451 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 1236 ઉત્તીર્ણ થયા

કોરોનાના સમયગાળામાં બે વર્ષ સુધી પરીક્ષા ન લઇ, માસ પ્રમોશન અપાયા બાદ માર્ચ 2022માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. જેમાં મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતેના પરીક્ષા કેન્દ્ર ખાતે આ પરીક્ષા લેવાઈ હતી. જેમાં 1451 છાત્રો નોંધાયા હતા અને 1448 છાત્રોએ પરીક્ષા આપી હતી.

આજે રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં મોરબી જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન સામે આવ્યું હતું અને રાજકોટ બાદ સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લામાં કુલ 1236 છાત્રો ઉત્તીર્ણ થતા કુલ પરિણામ 85.36 ટકા નોંધાયું હતું. ગ્રેડ મુજબ જોઈએ 15 છાત્રોને A1 ગ્રેડ ,117 છાત્રોને A2 ગ્રેડ,260 છાત્રોને B1 અને 290 છાત્રોને B2 ગ્રેડ,315 છાત્રોને C1,213 છાત્રોને C2,જ્યારે 26 છાત્રોને D ગ્રેડ મળ્યા હતા.

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી માસ પ્રમોશન આપવામાં આવી રહ્યું હતું જેના કારણે આ વર્ષે પરિણામ નીચું જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ એવું બન્યું નથી. મોરબી જિલ્લાના પરિણામમાં કોઈ વધુ ફેરફાર થયો નથી. એક તરફ સમગ્ર બોર્ડનું પરિણામ 72.02ટકા રહ્યું હતું તેની સામે રાજકોટ જિલ્લા બાદ મોરબી જિલ્લામાં 85.36 ટકા પરિણામ નોંધાતા ખૂબ સારું રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર 91.22 ટકા સાથે પ્રથમ
મોરબી જિલ્લાનું ટકાવારી મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું ઉચુ પરિણામ રહ્યું છે. વાંકાનેર કેન્દ્ર 91.22 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં 149 છાત્રો નોંધાયા હતા. જેમાંથી 148 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 135 છાત્રો ઉત્તીર્ણ થયા છે. હળવદ કેન્દ્રની વાત કરીએ તો 377 છાત્રો નોંધાયા હતા. જેમાંથી તમામ 377 છાત્રો જોડાયા હતા અને 341 છાત્રો પાસ થતા હળવદ કેન્દ્રનું પરિણામ 90.45 ટકા. નોંધાયું હતું. જ્યારે મોરબી કેન્દ્રમાં 925 છાત્રો નોંધાયા હતા, જેમાંથી 923 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 760 છાત્રો ઉત્તીર્ણ થયા હતાં. મોરબી કેન્દ્રનું પરિણામ 82.34ટકા રહયુ હતું.

અન્ય સમાચારો પણ છે...