તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સરધારના હરિપરમાં સાવજે દેખા દીધી, એક ઢોરનું મારણ, ગોંડલ અને આટકોટ પંથક સિંહ, દીપડાને ફાવી ગયો

આટકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાવજ જોવા લોકો ટોળે વળતા વનતંત્ર સાબદુ. - Divya Bhaskar
સાવજ જોવા લોકો ટોળે વળતા વનતંત્ર સાબદુ.

છેલ્લા થોડા સમયથી ગોંડલ અને જસદણ પંથક પર સાવજ ટોળીએ અને એકાદ દિવસથી દીપડાને વધુ પડતી પસંદગી ઉતારી દીધી છે. અને અહીં જ મુકામ કરી દીધો છે. એકાદ સપ્તાહથી વધુ સમયથી આ પંથકમાં ત્રણ સિંહ વિહરી રહ્યા છે અને મારણ કરી ખેડૂતોને પજવી રહ્યા છે, વન તંત્ર તેની પાછળ લાગેલું હોવા છતાં તેને જંગલ તરફ લઇ જવામાં કોઇ નક્કર કાર્યવાહી ન કરાતાં અહીં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આટકોટ નજીક સરધાર પાસેના હરીપર પહોંચી ગયેલા સાવજોએ એક ઢોરનું મારણ કરી મિજબાની માણી હતી.

સરધાર પાસે આવેલા નજીક ના હરીપર વિસ્તારમાં ત્રણ દિવસથી ત્રણ સિંહના આંટાફેરા વધી જતા અહીંના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તેમ જ અહીં વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઇ હતી. આ વિસ્તારમાં ત્રણ દિવસથી ત્રણ સિંહના આંટાફેરાથી લોકો ગભરાઈ ગયા છે. ત્યારે હાલમાં રવિ પાકનું વાવેતર કર્યું હોય અને પાણીનો વારો હોવાથી વાડીએ જતા ખેડૂતો ડરી રહ્યાં છે, ત્યારે આજે એક પશુનું મારણ આ સિંહે કર્યું હતું. સિંહે દેખા દેતા જોવા લોકો ઊમટી પડયા છે, અને કોઇ તેને કનડગત ન કરે તે માટે ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો