મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી-માળીયા વિસ્તારના સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં સરપંચોને સરકારી યોજનાઓની માહિતી આપીને સ્થાનિક સ્તરેથી જ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાની વિગતવાર માહિતી આપી છે તે માહિતી ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયત્નો હાથ ધરવા સરપંચોને અપીલ કરી હતી. વધુમાં મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ શ્રમિકયોગીઓ પ્રત્યે જે ખેવના વ્યક્ત કરી છે તે મુજબ છેવાડાના માનવીને મળતા લાભો સરપંચો થકી મળે તો સૌભાગ્યની વાત કહેવાય.
શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવ કિશોરભાઇ ભાલોડીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય, પ્રસુતી સહાય યોજના, ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય યોજના, નાનાજી દેશમુખ આવાસ યોજના, સ્થળાંતરીત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ, શ્રમિક પરિવહન યોજના, હાઉસીંગ સબસીડી યોજના સહિતની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેનો વધુને વધુ શ્રમિકો લાભ લે તે માટે સરપંચોને માહિતગાર કર્યા અને સ્થાનિકો સુધી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે અંગે આયોજન હાથ ધરવા પણ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.