તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:રવાપરમાં ગેરકાયદે ઇમારતની મંજૂરી આપી દૂર ન કરાવનાર સરપંચ સસ્પેન્ડ

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયમ નેવે મૂકી મંજૂરી આપી, બાદમાં માત્ર નોટિસ આપી ખાનાપૂર્તી જ કરાવી હતી

મોરબીના રવાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ડીડીઓએ અચાનક સસ્પેન્ડ કરી દેતા આ બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે. મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે બહુમાળી ઇમારતના બાંધકામને મંજૂરી આપી દીધી હતી.

આડેધડ બિલ્ડિંગ ખડકી દેવાયું હોવાની એક અરજદારે મહિલા સરપંચને ફરી યાદ કરી હતી. જો કે મહિલા સરપંચ દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો હતો.જે બાદ આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત થતા ડીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી તેઓને પોતાનો પક્ષ રજૂ કરવા તક આપવામાં આવી હતી. જો કે તેઓ હાજર ન થતા અંતે ડીડીઓએ તેને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો.

મોરબી શહેરની નજીક આવેલ અને સમૃદ્ધ પંચાયત પૈકીની એક રવાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ આઘારાએ 2017માં બિનખેતી થયેલા પ્લોટો પર નિયમ વિરુદ્ધ 2થી 7 માળની ઇમારતો બાંધવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.પંચાયત અધિનિયમ હેઠળ કેટલા માળની અને કઈ કઈ શરતો સાથે મંજૂરી ગ્રામપંચાયત આપી શકે એ તમામ પ્રકારના નિયમોની અવગણના કરવામાં આવી હતી.

બાંધકામની મંજૂરી આપી હતી.જે તે સમયે પ્લોટની માપ-સાઈઝ પ્રમાણે ખુલ્લી રાખવાની જમીન બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. અરજી મળ્યા બાદ તંત્ર તરફથી સરપંચને કાર્યવાહી કરવાનો આદેશ હોવા છતાં મહિલા સરપંચે બિલ્ડીંગ ધારકોને માત્ર નોટિસ પાઠવી ખાના પૂર્તિ કરી હતી.અનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની સત્તા હોવા છતાં એ સત્તાનો ઉપયોગ ન કરીને ફરજમાં બેદરકારી દાખવી હોવાની પણ અરજદારે વારંવાર રજૂઆતો કરી હતી.

રજુઆત વખતે તારીખોમાં અનઉપસ્થિત રહી મહિલા સરપંચે ફરજ પ્રત્યે વધુ બેદરકારી દાખવી, ગેરવર્તણૂક કરી હોવાની તેમજ હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાથી. ડીડીઓ પી.જે. ભગદેવ.દ્વારા પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ તેઓને મળેલી સત્તાની રુએ 4 ડિસેમ્બરે રવાપરના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો