ઉત્તરાયણ પર્વ:સંક્રાંતે ઠંડી રહેશે, પારો 12 ડિગ્રી સુધી જશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સર્જાયેલા ફેરફારથી દિવસે ગરમી અને રાતે ઠંડકની સ્થિતિ હવે બદલશે

શિયાળો ચાલી રહ્યો છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તેમજ સતત વધી રહેલા પ્રદૂષણના કારણે ઋતુ ચક્રમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. ઠંડી અને વરસાદના દિવસો ઘટી રહ્યા છે અને ગરમીના દિવસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાંયે છેલ્લા થોડા દિવસોથી બપોરે રીતસર ગરમી અનુભવાઇ રહી છે. જો કે આગામી થોડા દિવસોમાં આ સિઝન પણ બદલશે અને ઉત્તરાયણ પર્વ અને આગામી સપ્તાહથી ઠંડી તેના ઓરિજિનલ સ્વરૂપમાં અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ, ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ છે, પણ કાયમી ધોરણે ગઇ નથી આગામી સપ્તાહમાં ફરી ઠંડી વધશે તેવું અનુમાન છે.

આજ થી લઘુતમ તાપમાન 15 ડીગ્રી જ્યારે મહતમ 33 ડિગ્રી નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે. 12 જાન્યુઆરીએ લઘુતમ 14 ડિગ્રી જ્યારે મહતમ તાપમાન 33 ડિગ્રી, જ્યારે 13 મીએ લઘુતમ 13 ડિગ્રી જ્યારે મહતમ તાપમાન 33 ડિગ્રી, તારીખ 14 ના રોજ લઘુતમ 12 ડિગ્રી જ્યારે મહતમ 31 ડિગ્રી, તારીખ 15 જાન્યુઆરીએ લઘુતમ 14 ડિગ્રી જ્યારે મહતમ તાપમાન 31 ડિગ્રી સુધી ગગડશે.

આવતા સપ્તાહથી ઠંડી અસલી રંગમાં
નોર્થ ઇસ્ટના પવનનું જોર વધે ત્યારે હવામાં ભેજ ઘટે છે પરંતુ હવા સુકી હોય છે જેના કારણે ઠંડી વધે છે જયારે નોર્થ વેસ્ટના પવન ફુકાય ત્યારે ઝાકળ વર્ષા થાય છે અને હવામાં ભેજ વધે છે. આવતા સપ્તાહથી આ અસર નાબુદ થશે અને ફરી ઠંડી નું જોર વધશે તેમ ગ્રામીણ મોસમ વિભાગ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના તરઘડીયાના ડો વી.ડી. વોરાએ જણાવ્યું હતું

શિયાળુ પાકમાં પિયતની ભલામણ
હાલના વાતાવરણ મુજબ હાલ સવારે ઠંડીનું જોર વધશે જ્યારે બપોરે ગરમી વધતા ભેજ ઘટશે હાલ પવનની દિશા ઉતર વાયવ્ય પશ્ર્ચિમ અને ઈશાન રહેવાની શક્યતા હોવાથી શિયાળુ પાકમાં હાલ પિયત આપવા કૃષિ વિભાગ દ્વારા પિયત આપવા સલાહ આપવામાં આવી છે.જોકે આગામી સપ્તાહથી ઠંડી વધશે પાણીની જરૂર ઓછી પડશે.

શરદી, તાવ, ઉધરસના કેસ વધ્યા
બેવડી ઋતુનો અનુભવ થતો હોવાથી વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે અને શરદી, તાવ, ઉધરસના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકો અને ઉંમરલાયક વડીલોમાં આ સિઝનની સૌથી વધુ અસર દેખાઇ રહી છે. આ સિઝનમાં આરોગ્યપ્રદ ખોરાક લેવો અને તબીબને કન્સલ્ટ કર્યા વગર કોઇ દવાઓ ન લેવી તેવું સિવિલના આરએમઓ કે.આર. સરડવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...