મોરબીમાં દિન પ્રતિદિન વધી રહેલી ગુનાખોરી પરથી પોલીસે જાણે સાવ કાબુ ગુમાવી દીધો હોય તેમ દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે.ગત 4 મે ના રોજ શનાળા ગામ પાસે એક મહિલાના ગળામાંથી દાગીનાની ચિલઝડપની ઘટના બની હતી તેના આરોપી પકડાયા ત્યાં ફરી એક ચીલઝડપની ઘટના બની છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા પાસે પતિ સાથે બાઇક પર જઇ રહેલા મહિલાના ગળામાં ઝોંટ મારીને સમડી ગેંગએ પોતાના કરતબનો પરચો બતાવ્યો હતો અને પરિણીતાએ પહેરેલી સોનાની માળા કે જેની કિંમત 1.30 લાખ થવા જાય છે તે ખેંચીને ફરાર થઇ ગયા હતા. દંપતિ કશું સમજે અને લોકો એકઠા થાય તે પહેલા સમડી નાસી જવામાં સફળ નીવડી હતી.
પોલીસે વધુ તપાસ આરંભી છે. મોરબીના આલાપ રોડ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ પાર્કમાં રહેતા વનીતાબેન રમેશભાઈ સદાતીયા તેમના પતિ રમેશભાઈ સાથે બાઈકમાં તેમના ભાણેજને તેના ઘરે મુકવા જતા હતા તે દરમિયાન મોરબી શહેરના શનાળા ગામ નજીક રાજકોટ મોરબી હાઈવે પર એક બાઈકમાં બે શખ્સ આવી ચઢ્યા હતા અને આરોપીઓએ પાછળથી વનિતાબેનના ગળામાંથી રૂ 1.30 લાખની કિમતની 23.320 ગ્રામ સોનાની માળાની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.