મોરબી જિલ્લામાં આજથી 13 દિવસ પહેલાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે મહિલા સરપંચે એક જ વર્ષના કાર્યકાળને પૂર્ણ કરીને રાજીનામું આપ્યું હતું. જે બાદ હાલ મોરબી તાલુકાના આંદરણા ગામે મહિલા સરપંચે રાજીનામું આપ્યાની ઘટના સામે આવી છે. જ્યાં તેમણે પોતાના પતિની બીમારીનું કારણ રજૂ કર્યાનું તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરેલા રાજીનામામાં જણાવ્યું હતું.
રાજીનામું મંજૂર કરી લેવા વિનંતી કરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, આંદરણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિજયાબેન મોહનભાઈ સોલંકીએ મોરબીના તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેઓ રાજીખુશીથી તથા કોઈ દબાણ વગર રાજીનામું આપી રહ્યાં છે. તેઓ આંદરણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ છેલ્લા એક માસથી તેમના પતિની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ગ્રામ પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હતા, તેથી રાજીનામું આપી રહ્યાં છે. આ રાજીનામું મંજૂર કરી લેવા વિનંતી એવું તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.