તપાસ:મોરબીની વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલી સગીરા ચોથા દિવસે પણ લાપતા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાનું ચોક્કસ લોકેશન હજુ સુધી ન મળતા પોલીસ પણ અંધારામાં મારે છે તીર
  • અમે માહિતી, પુરાવા પોલીસને આપી દીધા છે : બાલાશ્રમના સંચાલક

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલયમાં ચાલતા બાલાશ્રમમાં ગત સોમવારે સવારે એક સાથે ત્રણ સગીરા સંચાલકોને ચકમો આપી ભાગી છૂટી હતી અને આ અંગે સંસ્થાના સંચાલકોએ પોલીસમાં મદદ માંગી હતી જે બાદ પોલીસે પણ તપાસ કરી બે સગીરાને તેના ઘરેથી પરત લાવી હતી. જો કે એક સગીરા કે જે ટંકારાની વતની છે તે તેના ઘરે મળી આવી ન હતી. જેથી પોલીસે શંકાસ્પદ વ્યકિતના મોબાઈલ નંબર મેળવી તપાસ હાથ ધરી હતી.

જો કે ઘટનાના 4 દિવસ બાદ પણ સગીરા હજુ ગુમ છે. જેનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસને પણ સગીરાનું ચોક્કસ લોકેશન ન મળતા હાલ અંધારામાં તીર મારી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ વિકાસ વિદ્યાલયના સંચાલક ભરતભાઇ કહે છે કે અમે તમામ માહિતી અને પુરાવાઓ કે જે અમારી પાસે હતા તે પોલીસને આપી દીધા છે અને હવે બાકીની તપાસ પોલીસે કરવાની રહે છે. આમ આ પ્રકરણમાં એવું પણ જણાઇ રહ્યું છે કે જવાબદારીની ફેંકાફેંકી થઇ રહી હોય. સંસ્થાના સંચાલકોની બેદરકારી પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ચૂપ છે.

શોધખોળ ચાલુ છે સંસ્થામાંથી ગુમ થયા બાદ સગીરાનું કોઈ ચોક્કસ લોકેશન મળ્યું નથી જેથી અન્ય શકમંદ વ્યક્તિઓની પુછપરછ દ્વારા તેમજ અન્ય સોર્સ થકી અમારી ટીમ સગીરાની શોધખોળ કરી રહી છે, એ હકિકત છે કે બે સગીરા મળી ગઇ, અમારા આ સગીરાને શોધવા પુરતા પ્રયાસો ચાલુ જ છે. << વિરલ પટેલ, પીઆઇ, મોરબી

અન્ય સમાચારો પણ છે...