તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વ્હિલચેરને ટ્રકે ઠોકરે ચડાવતા સાધ્વીજીને ઇજા, સહયોગીનું મોત, મોરબી જિલ્લાના વિદરકા નજીક વિહાર દરમિયાન બન્યો બનાવ

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં ચાતુર્માસ દરમિયાન બિરાજેલા આજરાઅમર સંપ્રદાયના ભાવચંદ્રના શિષ્યા સાધનાબાઈ સ્વામીના વિહાર દરમ્યાન વિદારકા નજીક પાટિયા પાસે અકસ્માત થયો હતો.ઘટનામાં મહાસતીજીની સાથે રહેલા સહયોગી મહિલાનું મોત નીપજ્યું હતું.જયારે સાઘ્વીજીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સોની બજારમાં ચાતુર્માસમાં બિરાજેલા સાધનાબાઈ સ્વામી મહારાજ વ્હિલચેરમાં બેસી વિહાર કરી રહ્યા હતા. ત્યારે વિદરકાના પાટિયા પાસે પરંપરા હોટલની સામે એક આઈશર ચાલકે તેઓને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં મહાસતીજી ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે વ્હીલચેર ચલાવવા તેઓની સાથે રહેલા ધારી ગામના ભારતીબેન મનસુખભાઇ પાટડિયાનું ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મોત નીપજ્યું છે. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી આઈશર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો