તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મોરબી જિલ્લામાં આર.ટી.ઇ. હેઠળ 1457 જગ્યા માટે 4179 અરજી મળી

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની અલગ અલગ 191 શાળાની 25 ટકા બેઠકમાં આરટીઇ પ્રવેશ માટેની ઓનલાઈન અરજીની મુદત પૂર્ણ
  • 13મી સુધી ચકાસણી થયા બાદ પ્રવેશ પાત્ર બાળકો અને શાળાનું નામ સાથે યાદી જાહેર કરવામાં આવશે

મોરબી જિલ્લાની 191 બિન અનુદાનિત ખાનગી શાળામાં 1457 બેઠક માટે આરટીઇ અંતર્ગત અરજી મગાવવામાં આવી હતી. જેમાં આ વર્ષે કુલ 4179 જેટલી ઓનલાઇન અરજી આવી છે. હાલ આ અરજીની ચકાસણી ચાલી રહી છે. 13મી સુધી ચકાસણી થયા બાદ આગામી દિવસોમાં પ્રવેશ પાત્ર બાળકો અને શાળાનું નામ સાથે યાદી જાહેર કરવામાં આવશે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ રાજ્યની અલગ અલગ ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ માટે દર વર્ષે ઓનલાઇન અરજી પ્રકિયા કરવામાં આવતી હોય છે. જેમાં અલગ અલગ કેટેગરી મુજબ પ્રવેશ પાત્ર બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પણ નોંધાયેલી બિન અનુદાનિત 191 શાળામાં 25 ટકા બેઠક દીઠ 1457 જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે આ વર્ષે ફીઝીકલ ડોક્યુમેન્ટ ચેકિંગ કામગીરી હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે અને મુદત પૂર્ણ થયા બાદ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પાત્ર બાળકોની પ્રથમ યાદી જાહેર કરશે.

મોરબી જિલ્લામાં આ વર્ષે 1457 જેટલી જગ્યા સામે 4157 અરજી આવી છે. આગામી 13 જુલાઈ સુધીમાં આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવશે બાદ પ્રવેશ પાત્ર બાળકોની અને તેમને પસંદ કરેલ શાળામાંથી મળવા પાત્ર શાળામાં પ્રવેશ અંગેની યાદી જાહેર કરવામાં આવશે.

જિલ્લાભરમાંથી કુલ 959 અરજી રદ, હાલ માન્ય અરજી 3220 જ
મોરબી જિલ્લામાં આ વર્ષે આરટીઇ માટે 4179 અરજી આવી હતી. જોકે આમાંથી કેટલીક અરજી એવી હતી કે એક બાળકના નામે 2 વખત કરવામાં આવી હોય આવા કિસ્સામાં પહેલા કરેલી અરજી આપોઆપ રદ થઈ જાય અને એક જ અરજી માન્ય રહે છે. જિલ્લામાં આવી બે વખત થયેલી અરજી કે ઓનલાઇન જે શરત આપી હોય તે શરત મુજબ માહિતી આ પૂરતી હોય તો તે રદ થઈ જતી હોય છે. જિલ્લામાં આવી 959 અરજી રદ થઈ જતા હાલ માન્ય અરજી 3220 રહી છે.

અન્ય સમાચારો પણ છે...