ભાંડો ફૂટ્યો:નવલખી પોર્ટથી 22 લાખના કોલસામાં ભેળસેળ કરી હિંમતનગરની કંપનીને પધરાવી દેવાયો

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવલખી પોર્ટથી નીકળેલા 10 ટ્રકના ચાલકોએ રસ્તામાં કરી લીધી ઘાલમેલની કારીગરી
  • હિંમતનગરની કંપનીએ હલકી ગુણવત્તાનું કારણ આપી કોલસો રિજેક્ટ કરતાં ભાંડો ફૂટ્યો

માળિયાના નવલખી પોર્ટ પરથી કંપનીના કોલસા ભરીને નિકળેલા 10 ટ્રકના ચાલકે માલદાર થવાની લાલચે હિંમતનગર પહોંચતા પહેલાં રસ્તામાં જ ટ્રકમાં પેક કરાયેલા કોલસાની તાલપત્રી હટાવી, સીલ તોડી તેમાંથી સારો કોલસો કાઢી બીજી ભેળસેળ કરીને બધો જ માલ હિંમતનગરની કંપનીને પહોંચતો કરી દીધો હતો, પરંતુ ત્યાં કોલસાની ગુણવત્તાની ચકાસણી કરતા હલકી ગુણવત્તાનો જણાતાં માલ રિજેક્ટ કર્યો હતો અને ભાંડાફોડ થયો હતો. આથી નવલખી પોર્ટ પરથી માલ મોકલનારી કંપનીએ ટ્રક ચાલકો સામે પોલીસ ફરિયાદ કરી છે.

માળિયાના નવલખી પોર્ટ પર વાસુકી ટ્રેડીંગ લી. દ્વારા હિંમતનગરની અંબુજા એક્સપોર્ટ નામની કંપનીને અલગ અલગ 10 ટ્રકમાં રૂ 22,56,768ની કિમત 353 મેટ્રિક ટન ઇન્ડૉએશિયન કોલસો ભરીને મોકલ્યો હતો. જો કે ટ્રક ચાલકોએ જે તે સ્થિતિમાં સામેની પાર્ટીને આપવાના બદલે રસ્તામાં ટ્રકની તાળપત્રી અને રસ્સા પરનું સીલ તોડી મોટી માત્રામાં કોલસાની ચોરી કરી લીધી હતી અને તેના સ્થાને હલકી ગુણવતાનો કોલસો અને માટી ભેળસેળ કરી કોલસાની ગુણવત્તા નબળી કરીને બાદમાં મોકલી દીધો હતો.

આ બાદ ગુજરાત અંબુજા એક્સપોર્ટ દ્વારા ચકાસણી કરાવતા કોલસો ભેળસેળવાળો હોવાનું સામે આવતા તેઓએ કોલસો રીજેક્ટ કરી વાસુકી ટ્રેડર્સને પરત કરી દીધો હતો. જે બાદ વાસુકી ટ્રેડર્સ દ્વારા પણ તપાસ કરતા ભેળસેળ થયાનું સામે આવતા વાસુકી ટ્રેડર્સના મેનેજર જસ્મીનભાઈ બાલશંકર માઢકે ટ્રક નં.- GJ-10-TU-8431 જેના ચાલક કાળુભાઇ, ટ્રક નં. GJ-12-AC-6805 ચાલક તથા તેના માલીક સુનિલ વિરડા ,ટ્રક નં. GJ-10-TT – 3862 નો ચાલક ,ટ્રક નંબર GJ-10-TV – 1838 નો ચાલક ,ટ્રક નં. GJ-36 – v – 5994 નો ચાલક ,ટ્રક નંબર GJ-12-BW – 5779 નો ચાલક,ટ્રક નંબર GJ-36-T- 6024 નો ચાલક ,ટ્રક નંબર GJ- 36 -V- 1289 નો ચાલક, ટ્રક નંબર GJ-36 – T – 5994 નો ચાલક, તેમજ વિરાટ લોજિસ્ટીક વાળા દિપક વશરામભાઇ વિરુધ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...