તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કારનો કાચ તોડી રૂ.4 લાખ, લેપટોપ સહિતની તસ્કરી

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમ કાર્ડ, આર સી બુક, ચેક બુક લઇ તસ્કરો ફરાર

મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં લાલબાગ નજીક જૂની ટ્રેઝરી ઓફીસ પાસે પાર્ક કરેલી બ્રેઝા કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરે કારમાંથી રૂપિયા 4 લાખ રોકડા, લેપટોપ, બોલેરો ગાડીની આરસી બુક સહિતની માલમતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવા નામના વેપારીએ મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પોતાની જીજે36એ એસી 9988 નમ્બરની બ્રેઝા કાર પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સે ડ્રાઇવર સાઈડનો ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂ.4,00,000, રૂ.20,000 ની કિંમતનું લેપટોપ,અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપરાંત બોલેરો કાર રજી.નં. જીજે-૩૬-વી-૦૦૯૧ ની તથા બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલ રૂ. 4.20 લાખનો મુદ્દામાલ ચોરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...