કાર્યવાહી:મોરબીમાં રહેણાકમાંથી રૂ. 1.50 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝબ્બે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 245 દારૂની બોટલ, 48 બિયરના ટીન જપ્ત

મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે લખધીરપુર રોડ પર મકાનમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસે રૂ.1.50 લાખનો વિદેશી દારૂ-બિયર પકડી પાડી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે લખધીરપુર રોડ ઉપર આવેલ મકાનમાં એક શખ્સ વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખીને ગેરકાયદે વેપલો ચલાવતો હોય, બાતમી મળતા બી ડિવિઝન પોલીસ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન માં પોલીસે સ્ટાફે લખધીરપુર રોડ ઉપર આવેલા મફતીયાપરામાં રહેતા આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

અને આરોપીને તેના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 245 કિંમત રૂ.1,45,550 તથા બિયરના ટીન નંગ 48 કિંમત રૂ.4800 મળી કુલ રૂ.1,50,350 નો દારૂ બિયર નો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે આરોપી શામજી સારલા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...