તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માળીયા મીયાણાના ખીરસર ગામ નજીક આવેલ ફોરેસ્ટ ઓફિસમાં ચાલતા જુગારધામને રાજકોટની આરઆરસેલે ઝડપી લીધું હતું. જેમાં આ ફોરેસ્ટ ઓફિસનો કબ્જો જમાવીને જુગાર રમાડતાં એક પોલીસ કર્મચારી સહિત સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. સ્થળ ઉપરથી બિયરના ટીન તેમજ બે હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રાજકોટ આરઆરસેલની ટીમે રેડ પાડી હતી
મોરબી જિલ્લામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા (રહે મોરબી-પંચાસર) માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરાથી નવલખી જવાના રોડ ઉપર ખીરસર ગામના પાટિયા પાસે આવેલ ફોરેસ્ટ ઓફિસનો કબ્જો જમાવીને ગેરકાયદે જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ગતરાત્રે રેન્જ આઈજી સંદીપસિંહની સૂચનાને પગલે રાજકોટ આરઆરસેલની ટીમ તે સ્થળે ત્રાટકી હતી.
પોલીસકર્મી ચલાવતો હતો જુગારધામ
પોલીસે આ ફોરેસ્ટ ઓફિસમાં જુગારધામ ચલાવતા મુખ્ય સૂત્રધાર એવા પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા તથા જુગાર રમતા ઘનશ્યામભાઈ કરશનભાઈ આદ્રોજા, જયંતીભાઈ ગાંડુંભાઈ ઠોરિયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા, નરેશભાઈ સવજીભાઈ વિડજા, સંજયભાઈ રણમલભાઈ લોખીલ, કામાંભાઈ સુરેશભાઈ પાસવાનને રંગેહાથ ઝડપી લીધા હતા.
પિસ્તોલ, રિવોલ્વર અને દારૂ-બિયરનો બોટલો મળી
સ્થળ ઉપરથી ત્રણ ઇંગ્લિશ દારૂની બોટલ, 34 બિયરના ટીન તથા પોલીસ કર્મચારીના કબ્જામાંથી ગેરકાયદે એક પિસ્તોલ, રિવોલ્વર અને 56 કારતુસ મળી આવ્યા હતા. આ હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 6.76 લાખ, મોબાઈલ, હથિયારો, દારૂ-બિયર મળીને કુલ રૂ.6.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે મુખ્ય સૂત્રધાર એવાં પોલીસ કર્મચારી સામે ગેરકાયદે હથિયારો રાખવા, દારૂ બિયર અને જુગારધામ ચલાવવા એમ ત્રણ ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.