• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Rohishala Village Of Tankara, Traffickers Attacked Two Places Including Cooperative Society, Crime Registered Against Two Unknown Persons

તસ્કરોનો ત્રાસ:ટંકારાના રોહીશાળા ગામે સહકારી મંડળી સહિત બે સ્થળે તસ્કરો ત્રાટક્યા, બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકારા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી

મોરબી જીલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે, જેમાં ટંકારાના રોહીશાળા ગામે સેવા સહકારી મંડળીની ઓફીસ અને નજીકમાં આવેલ પંચરની દુકાનના તાળા તોડી બે અજાણ્યા ઇસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં મંડળીની ઓફીસમાંથી બે કોમ્પ્યુટર ચોરી થયા હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રહેતા દેવશીભાઈ કાનજીભાઈ સવસાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બે અજાણ્યા ઇસમોએ ગત તા. 29ના રોજ ચોરી કરી હતી. જેમાં રોહીશાળા સેવા સહકારી મંડળીના તાળા તોડી પ્રવેશ કરી ઓફિસનું તાળું તોડી ઓફિસમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ નંગ 2 કિંમત રૂ. 20 હજારની ચોરી કરી તેમજ પંચરની દુકાન તોડી લોખંડના પાના પકડ લઇ ગયાનું ફરિયાદમાં નોંધાવાયું છે. ટંકારા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...