• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Roads Washed Away By 5 Inches Of Rain In A Single Night In Morbi, Many Complaints Of Potholes On The Road Were Raised By The Municipality

પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી:મોરબીમાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદથી માર્ગો ધોવાયા, રોડ પર ખાડા પડ્યાની અનેક ફરિયાદ ઉઠતા પાલિકાએ રાતોરાત ગાબડાં બૂર્યા

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ સોશિયલ મીડિયામાં ખાડા પડ્યાના ફોટા મૂકતા R & B વિભાગ અને તંત્રે કામ ચલાઉ કામગીરી હાથ ધરી

મોરબી શહેરમાં ભારે વરસાદ બાદ ઠેરઠેર મસમોટા ગાબડા પડી ગયા છે લોકોમાં કમરતોડ ખાડાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને સોશ્યલ મીડિયામાં જાણે તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો હોય તેમ ફોટો મૂકી પાલિકાના વિકાસ કામગીરીની પોલ ખોલી રહ્યા છે ત્યારે મોરબીમાં પાલિકા અને આર એન્ડ બી વિભાગે રસ્તા પર માટી અને કાકરી નાખી કામ ચલાઉ ગાબડા પુરવાની કામગીરી હાથ ધરી હતી.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8થી 10 દિવસ દરમિયાન મોટા પાયે વરસાદ થયો છે ખાસ કરીને રવિવારે રાત્રે 5 ઈંચ વરસાદ પડ્યો હતો.જેના.પગલે દરેક શહેરમાં જળ બંબાકાર સર્જાયો હતો. વરસાદ બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહયા છે તેમ તેમ શહેરમાં ખાડાઓનું સામ્રાજય છવાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્જાયેલા ખાડાઓને પગલે શહેરીજનોમાં નારાજગી જોવા મળી હતી.

શહેરના શનાળા રોડ, ગેસ્ટ હાઉસ રોડ સીવીલ હોસ્પિટલ ચોક, પાલિકા કચેરી ગેટ, રવાપર રોડ, વિજય ટોકીઝ રોડ, કલેક્ટર કચેરી રોડ નટરાજ ફાટકથી નઝરબાગ ફાટક, નટરાજ ફાટક, વેજીટેબલ રોડ, સહિતના વિસ્તારોમાં મસ.મોટા ખાડા પડતા લોકો બેહાલ થયા છે. લોકો સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહી છે.

મોરબી જે રીતે સોશ્યલ મીડિયા ફોટો અને મેસેજ ફરી રહ્યા હતા તે જાણે પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને જાણે રેલો આવ્યો હોય તેમ રાતો રાત રસ્તા પર ગાબડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા કારોબારી સમિતિ ચેરમેન પાલિકા સભ્યો તેમજ ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલાની હાજરીમાં મંગળવારે મોડી રાત્રે રસ્તા પર ગાબડા બુરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમે ગાંધીચોક, રવાપર રોડ ચકીયા હનુમાન સહિતના અલગ અલગ વિસ્તારમાં માત્ર માટી અને કાકરી પાથરી કામચલાઉ ગાબડા પૂર્યા હતા.

બીજી તરફ મોરબી માર્ગ અને મકાન વિભાગે પણ નવા બસ સ્ટેશનથી લઈ ઉમિયા સર્કલ સુધીના રોડ પર કાકરી અને માટીના કામ ચલાઉ મિક્સ મટિરિયલ શનાળા રોડન ગાબડા પૂર્યા હતા જોકે આ કામગીરી કેવી ગુણવતાનું છે તે તો અવાનાર સમયમાં જ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...