રજૂઆત:રોડ, પાણીના નિકાલના પ્રશ્નોનો ઉકેલ લાવવા માગ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં કોંગ્રેસ અગ્રણીની કલેક્ટરને રજૂઆત

મોરબી શહેરની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ, રોડ રસ્તા અને અનેક વિસ્તારમાં તેમજ મેઈન રોડ ઉપર લાઈટ બંધ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણીનો નિકાલ ન હોવાના કારણે ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

સોસાયટીઓના તેમજ શહેરના અનેક રસ્તાઓ પાણીના કારણે બંધ છે તેમજ ઘોવાઈ ગયેલ છે. મોરબી શહેરના વાવડી રોડ, રવાપર રોડ,મુખ્ય બજાર વિસ્તાર, વિશિપરા,કુબેર નગર લાયન્સનગર, ઉપરાંત સામાકાંઠે, મોરબીમાં આવેલ સોસાયટીઓ તેમજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલ હતાં અને લોકોને આ પાણી ભરાઈ જવાના કારણે ખૂબજ હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલ માટે એક શ્રેષ્ઠ એન્જિનિયરની ટીમ બનાવી આખા મોરબી શહેરમાં સર્વે કરી પાણીના નિકાલની તેમજ ધોવાણ થઈ ગયેલ રોડ-રસ્તાઓ તાત્કાલિકના ધોરણે ચાલવા લાયક બની શકે અથવા તો વાહન સરળતાથી ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...