મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના:ઓરેવા કંપનીના મેનજરની રિવિઝન રિમાન્ડ અરજીની 9 મીએ સુનાવણી થશે, ઘટનાની ક્રોસ તપાસ હાથ ધરાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં ઝૂલતા પુલની ઘટના મામલે તપાસનીશ અધિકારી દ્વારા ઓરેવા કંપનીના બન્ને મેનેજરોને સાથે રાખી ક્રોસ તપાસ માટે કરાઈ છે. આ મામલે ઉપલી કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી કરવામાં આવી છે. બનાવની મળતી વિગત મુજબ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર મોરબી કોર્ટ દ્વારા ઓરેવા કંપનીના બન્ને મેનેજરની રિમાન્ડ ના મંજુર કરતા તપાસનીશ ટીમ દ્વારા ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરાતા આગામી તા.9 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મોરબીમાં ગત તારીખ 30 ને રવિવારના રોજ ઝૂલતો પુલ તૂટવાના કેસમાં 135 લોકોના અકાળે મોત મામલે ઓરેવા કંપનીના મેનેજર અને ફેબ્રિકેશન કોન્ટ્રાકટરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસનીશ ટીમ દ્વારા ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને સાથે રાખી કલેક્ટર કચેરી રાજકોટ તેમજ મોરબી અને નગરપાલિકા મોરબીમાં ક્રોસ તપાસ માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાવામાં આવી હતી. પરંતુ નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલ બાદ રિમાન્ડ માંગણી ના મંજુર કરી હતી.

જો કે તપાસનીશ અધિકારી દ્વારા આ મામલે મોરબીની ઉપરની કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી કરવામાં આવી હોવાથી જેની વધુ સુનાવણી આગામી તા.9 ના રોજ કરવામાં આવશે તેવું સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા જણાવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...