તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:શાકભાજીની આડમાં દારૂ વેચાણનો વીડિયો જાહેર

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીસીપરાની મહિલાએ હાટડા ખોલ્યાનું દેખાયું

મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં એક મહિલા શાકભાજીની લારીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરતા હોવાનો એક વિડિયો સ્થાનિક વ્યક્તિએ બનાવી લીધો હતો અને સોશ્યલ મીડિયામાં જાહેર કરી મોરબીમાં દારૂ વેચાણ બંધ કરવા અપીલ કરી હતી.

ગ્રાહકે પોલીસની ઊંઘ ઉડાડવા કર્યો પ્રયાસ
મોરબીના વીસીપરા વિસ્તારમાં શાકભાજીની લારીની સાથે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ લારી એક મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં શાકભાજીની સાથોસાથ ખુલ્લેઆમ દેશી દારૂનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.અહીંના સ્થાનિકોએ આ અંગે પોલીસને વારંવાર રજૂઆત પણ કરી છે. જેથી પોલીસ તંત્ર દ્વારા આ વેપલા ઉપર મીઠી નજર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અંતે સ્થાનિકોએ આ સમસ્યાના ઉકેલ માટે ગ્રાહકના સ્વાંગમાં જઈને દેશી દારૂ ખરીદી સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી તેનો વીડિયો બનાવ્યો છે. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરી પોલીસની આંખ ઉઘડવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો