માગ:મોરબીમાં પાણીનો નિકાલ ન થતા રહીશો કલેક્ટર કચેરીએ ધસી ગયાં

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવની ચોકડી વિસ્તારમાં પાણીના કાયમ ભરાયેલા રહે છે તલાવડાં
  • રોગચાળો વકરે તે પહેલાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માગણી

મોરબી નગર પાલિકાના વોર્ડ 10માં આવતા અવની ચોકડી વિસ્તારની આસપાસ 10થી 12 નાની મોટી સોસાયટી આવેલી છે, જેમાં અંદાજે 10 હજાર કરતા પણ વધુ લોકો રહેતા હોય આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. આ વિસ્તારના પાછળના ભાગે વાડી વિસ્તાર હોય તેમજ ભૂતકાળમાં જ્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી.

તે પણ બૂરી દેવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા રહે છે.આ બાબતે સ્થાનિકો દર વર્ષે પાલિકામાં લેખિત રજૂઆત કરતા હોય છે પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતાં દર વખતે વરસાદ બાદ અનેક દિવસો સુધી તલાવડાં ભરાયેલા રહે છે, અને તેના લીધે રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

અગાઉ આપેલી ખાતરી પાણીમાં ગઇ!
અગાઉ પણ આ બાબતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો, જે બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સોમવારથી આ પ્રશ્નના ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી અપાઇ હતી. જો કે સોમવારથી કામગીરી શરૂ ન થતાં સ્થાનિકો ફરી કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરી હતી. કલેક્ટર દ્વારા તાત્કાલિક ચીફ ઓફિસર સાથે બેઠક કરી આ અંગે આદેશ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...