• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Residents Of Wadi In Morbi's Boriyapati Boycott Polls Due To Lack Of Basic Facilities, Send Petition To District Collector

મતદાન પૂર્વે મતદારો વિફર્યા:મોરબીના બોરીયાપાટીમાં વાડીના રહીશોએ પાયાની સવલતોના અભાવે ચુંટણીનો બહિષ્કાર કર્યો, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના રહીશોએ પાયાની સવલતોના અભાવે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે બોરીયાપાટી વાડી વિસ્તાર ખાતે રહેતા સમસ્ત સતવારા સમાજના રહીશો દ્વારા ચૂંટણી અધિકારી અને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ મુદ્દે આવેદનપત્રમાં રહીશો દ્વારા જણાવ્યા અનુસાર વોર્ડ નં.12ના વિસ્તારમાં વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ વિસ્તારમાં સતવારા સમાજની કુલ 21 જેટલીઓ વાડી વિસ્તાર આવેલો છે. કુલ 3500 જેટલી વસ્તી આવેલી છે. અહિં 2 બુથો અને આશરે 1800થી 2200 જેટલાં મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ખેડુતો તેમજ શ્રમિક વર્ગનો સમાવેશ થાય છે. તેઓ વર્ષોથી નિયમિત મતદાન કરે છે. છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારનો મોરબી નગરપાલીકામાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં પાલીકા દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે તેમણે સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેઓને આજ સુધી પ્રાથમિક સુવીધાઓ પ્રાપ્ત થઈ નથી.

વધુમાં રહીશોએ કહ્યું હતું કે, તેમણે 2020ની પેટા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ વખતે તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વાયદો લઈને સ્થાનીકથી લઈને રાજ્ય સ્તરના રાજકીય આગેવાનોએ બાંહેધરી લીધી હતી કે 3 જ મહિનામાં કામ ચાલુ થઇ જશે. આ વચનને 2 વર્ષ પૂર્ણ થયા છતાં હજુ સુધી સુવિધા પ્રાપ્ત નથી થઈ જેથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...